જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતા અને એક વર્ષથી બેકાર રહેલા યુવાને તેના પતરાવાળા રૂમની આડીમાં ચાદર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કાના કારાભુંગા વિસ્તારમાં રહેતા વિનોદ મુળજીભાઈ વાળા (ઉ.વ.38) નામનો યુવાનને ડાબાપ પગે પોલીયો હોય અને તેના લગ્ન થયા ન હોય તેમજ એક વર્ષથી કોઇ કામ ધંધો મળતો ન હોવાથી બેકારીના કારણે આર્થિક સંકળામણ અનુભવતો હતો. આ આર્થિક સંકળામણથી કંટાળીને શનિવારે બપોરના સમયે તેના પતરાવાળા રૂમની આડીમાં ચાદર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની જાણ થતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ હિરાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.