Friday, December 27, 2024
Homeરાજ્યઆર્થિક સંકળામણથી કંટાળી યુવાનની આત્મહત્યા

આર્થિક સંકળામણથી કંટાળી યુવાનની આત્મહત્યા

સીક્કામાં મંગળવારે ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી: પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર જિલ્લાના સીક્કામાં પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા યુવાને મંગળવારે સવારના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર લુંગી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના કુરહાગામ મોહલ્લા પટવારીના વતની અને જામનગર જિલ્લાના સીક્કા ગામમાં આવેલી પંચવટી સોસાયટીમાં ભાડે મકાનમાં રહેતા વિકાસકુમાર પ્રમોદકુમાર ત્રિવારી (ઉ.વ.32) નામનો ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવતા યુવાનને છેલ્લાં થોડાક સમયથી કામધંધો મળતો ન હતો. બેકારીના કારણે આર્થિક સંકળામણ અનુભવતા જિંદગીથી કંટાળીને મંગળવારે સવારના સમયે તેના ઘરે લોખંડની આડસમાં લુંગી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની આદમ ચમડિયા દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular