ભાણવડ તાલુકાના ગડુ ગામમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગડુ ગામમાં રહેતા અરશીભાઈ ખુટી (ઉ.વ.45) નામના યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા ભાણવડ પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતદેહને હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતક યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગેની તપાસ આરંભી હતી.