જામનગર જિલ્લાના ગાડુકા ગામના વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા યુવાને બાવળની ડાળીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કાર જાણવા તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કનાકકડ તાલુકાના માનકુવામાં રહેતો અને જામનગર જિલ્લાના ગાડુકા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતો રગન સેતાભાઈ વાસ્કલા (ઉ.વ.23) નામના ભીલ યુવાને મંગળવારે સાંજના સમયે વાડી વિસ્તારમાં બાવળની ડાળીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મુકેશ મોહણિયા નામના યુવાન દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.આર. કરંગીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.