જામનગર તાલુકાના ગાગવા ગામમાં ચામુંડા મંદિર પાસે રહેતી તરૂણીએ તેના ઘરે અકળ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ગાગવા ગામમાં ચામુંડા માતાજીના મંદિર નજીક સામા કાંઠા વિસ્તારમાં રહેતાં જીવાભાઈ પાલાભાઈ ચોપડા નામના શ્રમિક યુવાનની પુત્રી કરુણાબેેન (ઉ.વ.17) નામની તરૂણીએ ગુરૂવારે રાત્રિના સમયે તેના ઘરે અકળ કારણોસર છતના હુંકમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકની માતા પુંજીબેન દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તરૂણીએ કયા કારણોસર આત્મહત્યા કરો ? તે અંગેની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરના ગાગવામાં તરૂણીની આત્મહત્યા
ગુરૂવારે સાંજે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ