જામનગર શહેરમાં સાત રસ્તા નજીક ઓશવાળ ગેઈટ પાસે રહેતાં મહિલાએ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી. જામનગર શહેરમાં વિકાસ ગૃહ રોડ પર આવેલા સાજા થયેલા માનસિક દર્દીઓને રખાતા ગૃહમાં રહેતાં વૃધ્ધનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં સંતોષી માતાજીના મંદિરની બાજુમાં ઓશવાળ ગેઈટ નજીક રહેતા ખીમીબેન વાળો લાખાભાઈ બનેજા (ઉ.વ.45) નામના મહિલાએ શનિવારે બપોરના સમયે તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે લાાખાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.બી. સદાદીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં વિકાસ ગૃહ રોડ પર આવેેલી મેન્ટલ હોસ્પિટલમાં માનસિક દર્દીઓને સાજા થયા બાદ રખાતા ગૃહમાં રહેતાં અસીન આઝાદભાઈ ડિરેન (ઉ.વ.65) નામના વૃધ્ધને દશેક દિવસથી ફેફસાંની બીમારીના કારણે તબિયત લથડતા અહીંની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મનોજકુમાર વ્યાસ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.