જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ નજીક આવેલા મોચીસારમાં રહેતાં પ્રૌઢે મંગળવારે સાંજે તેના ઘરે કોઇ કારણસર જિંદગીથી કંટાળીને ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સુભાષ શાકમાર્કેટ પાસે આવેલી મોચીસારમાં રામ મંદિર નજીક રહેતાં જગદીશ લતીલાલભાઈ સરવૈયા (ઉ.વ.57) નામના એકલવાયુ જીવન જીવતા પ્રૌઢે મંગળવારે સાંજે તેના ઘરે છતના હુકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ ઘટનાની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરતાં પ્રૌઢનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા મૃતકના ભત્રીજા એડવોકેટ ગીરીશ સરવૈયા સ્થળ પર આવી પહોંચ્યા હતાં અને ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો બનવાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.