જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સિધ્ધી વિનાયક શેરીમાં રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી સિધ્ધી વિનાયક શેરી નં.9 માં રહેતા દિવ્યેશ રમેશચંદ્ર સોલંકી (ઉ.વ.40) નામના મજૂરી કામ કરતા યુવાને તેને થયેલી માનસિક બીમારીથી કંટાળીને રવિવારે તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકની માતા હંસાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.