Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરના મસીતિયામાં માનસિક બીમારીથી કંટાળી યુવતીની આત્મહત્યા

જામનગરના મસીતિયામાં માનસિક બીમારીથી કંટાળી યુવતીની આત્મહત્યા

દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : 9 માસ પહેલાં લગ્ન થયા હતાં : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતી અને નવ માસ પહેલાં લગ્ન થયેલ યુવતીએ તેણીના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતી હમીદાબેન અસરફભાઈ ખફી (ઉ.વ.22) નામની યુવતીએ તેણીના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની પરિવારજનો દ્વારા જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક હમીદાબેનના લગ્ન 9 માસ પહેલાં અસરફભાઈ સાથે થયા હતાં અને યુવતી માનસિક બીમારીથી પીડાતી હોવાનું અને આ બીમારીના કારણે આત્મહત્યા કર્યાનું ખુલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular