જામનગર શહેરના બચુનગરમાં રહેતા યુવાનને વ્યાજખોર શખ્સ છેલ્લાં એક મહિનાથી ત્રાસ આપતો હતો આ ત્રાસથી કંટાળીને યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બચુનગર વિસ્તારમાં રહેતાં ગફારભાઈ ગનીભાઈ ગજીયા નામના યુવાને આજે સવારે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા પરિવારજનોએ તાત્કાલિક યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવાયું હતું. આ અંગેની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તારણમાં ગફારએ વ્યાજખોર અકબર નામના શખ્સના ત્રાસથી કંટાળીને જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.