Tuesday, March 24, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેર જિલ્લામાં પેટ્રોલ-ડિઝલનો પુરતો સ્ટોક : જિલ્લા તંત્ર - VIDEO

જામનગર શહેર જિલ્લામાં પેટ્રોલ-ડિઝલનો પુરતો સ્ટોક : જિલ્લા તંત્ર – VIDEO

ખાડી દેશોમાં યુદ્ધના તણાવની અસરને લઈ ઈધણ-ઊર્જાના પુરવઠા પર અસર પડી રહી હોવા છતાં રાજ્યના અન્ય શહેરોમાં એકંદરે અછતની ઉઠતી અફવા વચ્ચે જામનગરમાં સ્થિતિ એકંદરે નિયંત્રણમાં હોવાનું જણાય છે.

- Advertisement -

જિલ્લા કલેકટર કેતન ઠક્કરના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સપ્લાય અને વેચાણની પ્રક્રિયા અવિરત રહી છે. લોકોને અફવાથી ગેરમાર્ગે નહીં દોરવા જિલ્લા વહિવટી તંત્રએ અનુરોધ કર્યો જામનગર જિલ્લાની પેટ્રોલ-ડિઝલની સ્થિતિની વાત કરીએ તો જિલ્લાના 204 પંપો ઉપર 15 લાખ 61 હજાર લીટર પેટ્રોલ અને 24 લાખ 14 હજાર લીટર ડિઝલનો જથ્થો ઉપલબ્ધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular