- Advertisement -
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે આજરોજ બપોરે એક પવનચક્કીના પાંખીયા ધડાકા સાથે તૂટી અને નીચે પડતા તેમાં આગ લાગી હતી. જેના કારણે થોડો સમય નાશભાગ તથા ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.
આ પ્રકરણ અંગે સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળકાય પવનચક્કીઓ કાર્યરત છે. ત્યારે ખંભાળિયા ન
જીક આવેલા તાલુકાના નાના આસોટા ગામે કોઈ કારણોસર એક પવનચક્કીના પાંખિયા ઉપરથી ધડાકાભેર પટકાઈ પડતા થોડી જ વારમાં જમીનદોસ્ત થયેલા આ વિશાળ પાંખિયામાં આગ લાગી ગઈ હતી. આ આગના કારણે કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
આ બનાવ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ થોડો સમય આ વિસ્તારના રહીશોમાં ભય સાથે નાશભાગ મચી જવા પામી હતી. આ ઘટનાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
- Advertisement -