Sunday, December 7, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોરોના દર્દી પર પ્રથમ વખત એન્ટીબોડી કોકટેલ ઈન્જેકશનનો સફળ પ્રયોગ

ગુજરાતમાં કોરોના દર્દી પર પ્રથમ વખત એન્ટીબોડી કોકટેલ ઈન્જેકશનનો સફળ પ્રયોગ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનનાગ્રસ્ત થયા ત્યારે તેમને જે એન્ટીબોડી કોકટેલ સારવાર અપવામાં આવી હતી તે સારવારને હવે ભારતમાં પણ મંજુરી મળી ગઈ છે. અને આ ઇન્જેક્શન ગુજરાત આવી પહોચતા વડોદરામાં ખાનગીહોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલા પર તેનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે.

- Advertisement -

વડોદરા ગોત્રી ખાનગી હોસ્પિટલમાં 54 વર્ષીય કોરોના પોઝીટીવ મહિલા અને ડાયાબિટીસથી પીડાતી મહિલાને આ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. અને તે સફળ હોવાનો દાવો ડોક્ટર દ્રારા કરવામાં આવ્યો છે. જે મહિલાને ઇન્જેક્શન આપવામાં આવું હતું તેના ફેફસા 20% સંક્રમીત થયા હતા.

કોરોનાના માઇલ્ડથી મોડરેટ દર્દીઓની સારવાર માટે વપરાતા અને 70 ટકા સુધી મૃત્યુની શક્યતા ઘટાડતા બે ડ્રગના ( ઇનોડોવિમેબ અને કાસિરિવિમેબ) 14 કોકટેઇલ ઇન્જેકશનનો જથ્થો વડોદરા ખાતે આવ્યો હતો.  સ્વિત્ઝર્લેન્ડની રોશ કંપનીના આ ઇન્જેકશનનો સીધો કંપનીમાંથી જ ગુજરાતમાં 84 વાઇલનો જથ્થો આવ્યો હતો. 120 મિલિની આ વાયલ બે દર્દીઓને આપી શકાય છે. રૂ.1,19,500નું આ ઇન્જેકશન હોસ્પિટલોએ કેટલાક દિવસો અગાઉ ઓર્ડર આપીને મંગાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular