Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર દ્વારા મતદાર યાદીમાં સમાવેશ કરવા રજૂઆત

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર દ્વારા મતદાર યાદીમાં સમાવેશ કરવા રજૂઆત

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો.ઓપ. હાઉસિંગ સોસાયટી લિ.ના ચેરમેન દ્વારા પોતાના વિસ્તારમાં વસવાટ કરતાં 100 પરિવારોના નામો મતદાર યાદીમાં સમાવેશ કરવા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

2000ની સાલમાં સ્થાપના કરેલા લાલપુર બાયપાસ પાસે આવેલ કર્મચારી નગરની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે આશરે 2006 આસપાસ તથા વસવાટ કરતાં લગભગ 17 વર્ષની ત્યાં વસવાટ કરે છે. ત્યારે વર્ષ 2013માં આ વિસ્તાર નગરસીમાંથી જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 16માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી, જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી, વિધાનસભા ચૂંટણીમાં કર્મચારી નગરમાં વસતા આશરે 100 જેટલા પરિવારો મતદારથી વંચિત રહ્યા છે.

આવનારા સમયમાં તા. 4-11-23થી 6-11-23 સુધી મતદાર સુધારણા કાર્યક્રમ દરમિયાન આ વિસ્તારના નાગરિકોનું નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ થાય અને મતદાન સમયે તેઓ કયા મતદાન કરે તેની સંપૂર્ણ કાર્યવાહી થાય તેવી વિસ્તારના લોકોની માગણી ને જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો. ઓપ. હાઉસિંગ સોસાયટી લિ.ના ચેરમેન દેવેન્દ્રસિંહ વી. પરમાર દ્વારા ચૂંટણી અધિકારી-ગાંધીનગરને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular