ખેડૂતોને કોરોના મહામારીના કપરા સમયમાંથી દુ:ખદાયક રીતે પસાર થવું પડતું હોય, તેમની પરિસ્થિતિને ધ્યાને લઇ જરૂરી પગલાં લેવા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
કોરોના મહામારીના પુરા થયેલ વર્ષ 2019-20ના સમયમાં ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂત વર્ગની નાણાંકીય હાલત કથડી ગઇ છે. હાલમાં મોંઘવારીએ પણ માઝા મૂકી છે. ખેડૂતોને જોઇતી તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારો બંધ થતો જ નથી. ખેડૂતોને ખેતી કરવા માટે જરૂરી એવા ખાતરમાં અછત અને ભાવવધારો થઇ રહ્યો છે. આથી આ તમામ બાબતોને ધ્યાને લઇ નાના અને સિમાંત ખેડૂતોને વર્ષ 2019-20નું પાક ધિરાણનું લેણું સદંતર માફ કરવુ, મધ્યમ અને મોટાખેડૂતને વર્ષ 2019-20ના ધિરાણનું 50 ટકા લેણું માફ કરવુ, ખેડૂતોના વિજ કનેકશનના ખેતીવાડીને લગતાં બીલો પણ માફ કરવા, ખાતરના ભાવ વધારાને પાછા ખેંચવા અને ખાતરની વેચાણ કિંમત ઉપર ભાવ બાંધણુ કરવા અંગે માંગણી કરવામાં આવી છે. આ માંગણીઓ અંગે ઘટતા પગલાં લેવા મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે.
ખાતરના ભાવવધારાને પાછો ખેંચવા સહિતની માંગણીઓ અંગે મુખ્યમંત્રીને રજુઆત
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો