Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરજામનગરના માણેકનગરના રહેવાસીઓ દ્વારા સુરક્ષા સલામતિ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત -...

જામનગરના માણેકનગરના રહેવાસીઓ દ્વારા સુરક્ષા સલામતિ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત – VIDEO

- Advertisement -

જામનગર શહેરના લાલવાડી નજીક આવેલ માણેકનગરના રહેવાસીઓ દ્વારા તેમની સુરક્ષા સલામતિ તેમજ જાહેર માર્ગ પરથી વાહન વ્યવહાર થઇ શકતો ન હોય સહિતના પ્રશ્નો અંગે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જિલ્લા પોલીસ વડાને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા 12 થી 15 વર્ષ સુધી ઉમિયાનગરની સોસાયટી દ્વારા આખા માણેકનગરમાં કોમન પ્લોટ પોતાની સાઇડો ખુલ્લી રાખીને બાકીની સાઇડોની દિવાલ ચણીને તેને પેક કરી દબાણ કરાયું હતું અને તેની લગતમાં આવેલ સરકારી જાહેર માર્ગનો પણ કબજો કરી દિવાલ ચણી, દરવાજો નાખી તે માર્ગ પણ બંધ કરાવી દેવાયો છે. જેથી વાહન વ્યવહાર થઇ શકતો નથી. આ અંગે કલેકટર તેમજ મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ, કમિશનર, મેયર સહિતનાને રજૂઆત કરાઇ છે. જે અંગે એસ્ટેટ શાખાને દબાણ હટાવવા આદેશ કરાયો છે. આમ છતાં એસ્ટેટ શાખા દ્વારા માત્ર એક દિવાલ દૂર કરવામાં આવી છે.

- Advertisement -

તેમજ માણેકનગરના રહેવાસીઓને કોમન પ્લોટ વોકિંગ એરીયો હોય, આ સરકારી જાહેર માર્ગ અવર-જવર કે વાહન વ્યવહાર માટે આવતા-જતાં રોકી રહ્યા હોય, તેમજ ધાક-ધમકી આપવામાં આવી રહી હોય. તેમજ પસાર થતાં લોકોની અપશબ્દો બોલી કોઇપણ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular