Friday, September 20, 2024
Homeરાજ્યજામજોધપુર તાલુકા પંચાયત સરકારી રેકર્ડમાં ચેડા કરવા અંગે પોલીસ ફરિયાદ કરવા ડીડીઓને...

જામજોધપુર તાલુકા પંચાયત સરકારી રેકર્ડમાં ચેડા કરવા અંગે પોલીસ ફરિયાદ કરવા ડીડીઓને રજૂઆત

તાલુકા પંચાયતના વર્ગ-4ના કર્મચારી દ્વારા રજૂઆત

- Advertisement -

જામજોધપુરમાં ફરજ બજાવી ચૂકેલ અજયભાઇની ફરજ દરમિયાન અજયભાઇની તા. 1-1-21થી તા. 31-3-21 સુધીની કપાત પગાર રજાનું ખોટુ રેકર્ડ ઉભું કરી તેમજ સરકારી રેકર્ડ સાથે ચેડા કરી તાલુકા પંચાયત ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી મદદનિશ તાલુકા વિકાસ અધિકારી મહેકમ કલાર્ક તાલુકા પંચાયત હાલના અધિકારી દ્વારા ખોટા આદેશો, ખોટુ રેકર્ડ પાછળથી નોંધ પાડવી. આ કામમાં એકબીજાને મદદગારી કરવી વગેરે બાબતને લઇ તાલુકા પંચાયત જામજોધપુરમાં ફરજ બજાવી ચૂકેલ અજયભાઇ વ્યાસે જામજોધપુર તાલુકા પંચાયતના પાંચ કર્મચારી વિરુધ્ધ આઇપીસી કલમ 191, 192, 193 અન્વયે પોલીસ અધિકારી દાખલ કરવા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પત્ર પાઠવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે જિલ્લા કક્ષાએથી આ બાબતે કાર્યવાહી થશે કે કેમ? અજયભાઇ દ્વારા આ પહેલા વિવિધ બાબતે અનેક અરજીઓ જિલ્લા કક્ષાએ લખી છે. છતાં પગલાં લેવાયા નથી. ત્યારે આ વખતે સરકારી રેકર્ડમાં ચેડા કરવા અંગે આધારભૂત રજૂઆત કરી છે. ત્યારે કાયદેસર કાર્યવાહી થશે ત્યારે અજયભાઇ દ્વારા માહિતી અધિનિયમ મુજબ માહિતી માગતા સરકારી રેકર્ડ સાથે ચેડા પોતાની જ કપાત પગારની રજાના રેકર્ડ સાથે ચેડા થયાનું બહાર આવતાં સરકારી વહીવટી કચેરીનો વહીવટ કેટલી હદે ખાડે ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular