જામનગરની તાહેરી ઈંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આજે યાદગાર દિવસ રહ્યો. પુસ્તક સિવાયનું પ્રેકટીકલ જ્ઞાન મેળવવા વિદ્યાર્થીઓ એ આજે ખબર ગુજરાત સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. ડીજીટલ મીડિયા અને પત્રકારત્વના આ યુગમાં સમાચાર કેવી રીતે બને છે તે જાણવાનો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ન્યુઝરૂમ, એડીટીંગ પેનલ, સ્ટુડિયો નિહાળ્યા હતાં અને અનુભવી પત્રકારો અને ટેકનિકલ ટીમે વિદ્યાર્થીઓને એક સમાચાર કેવી રીતે હેડલાઈન્સ બને છે અને રીપોટીંગ પાછળ કેટલી મહેનત છે ? તેને સમજ્યું હતું. જેથી વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રે નવી દિશા અને પ્રેરણા મળે.
View this post on Instagram


