ન.પ્રા.શિ.સ. જામનગર દ્વારા મોડેલ ઇગ્લિશ સ્કૂલ ખાતે યોજાયેલ સી.ઇ.ટી અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા વિધાર્થીઓના સન્માન કાર્યક્રમ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં -18 ની ધો.8 ની વિધાર્થી કિંન્સીબા યુ. ચાવડા (નિબંધ) નેશનલ 100 વિજેતામા સામેલ થતા અને સમગ્ર ગુજરાત અને જામનગર અને શાળાનુ નામ રોશન કર્યુ. 100 વિજેતાને ભારત સરકાર દ્વારા વિજેતાને મેડલ, પ્રમાણપત્ર અને 10000 રૂ આપી પુરસ્કાર અર્પણ કરવામા આવ્યો હતો. તે બદલ શિક્ષણ સમિતિ દ્વારા 10000 રૂ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય કરાટે મહાસંઘ અને ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન) યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમર્થિત રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ 2025 તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ, દિલ્લીમાં યોજાયેલ. જેમા શાળા નં-18 જામનગર અને એન.એસ.કે એકેડેમીની રમતવીર દેવાંશી દિપકભાઈ પાગડા એ 12 વર્ષ અને -35 કિગ્રા વજન કુમિત (ફાઇટ) કરાટે ઇવેન્ટમાં સુવર્ણ અને કરાટે કાટામાં સુવર્ણ પદક મેળવ્યો હતો અને કરાટેમાં આંતર રાષ્ટ્રિય કક્ષાએ સુવર્ણ અને કાસ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએં 3 સુવર્ણ અને 2 સિલ્વર મેડલ તથા રાજ્ય અને ઝોન કક્ષાએં 8 મેડલ જીત્યા તે સિધ્ધીને બિરદાવતા નેશનલ આઇકોનિક એવોર્ડ (કરાટે બેસ્ટ એથ્લેટ્સ ) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તે બદલ શિક્ષણ સમિતિ દ્વારા 5000 રૂ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી. શાળા નં -18 ની સી.ઇ.ટીમાં મેરીટમાં આવનાર 7 દિકરીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવી હતી.
View this post on Instagram
આ સન્માન કાર્યક્રમમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, નિલેશભાઇ કગથરા સ્ટેન્ડીગ કમીટી ચેરમેન, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી અને દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોત્તમભાઇ કકનાણી, ઉપાધ્યક્ષ દિનેશભાઇ દેસાઇ, શાળા પ્રભારી અને સભ્ય મુકેશભાઇ વસોયા, સંજયભાઇ દાઉદિયા, નિલેશભાઇ હાડા, બિમલભાઇ સોનચાત્રા, પ્રજ્ઞાબા સોઢા, રામભાઇ કુંભારવડિયા, મનિષાબેન બાબરિયા, શાસનાધિકારી, ફાલ્ગુનિબેન પટેલ, નગર પ્રાથમિક સંઘ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઇ ખાખરિયા અને શૈક્ષિક મહાસઘ જામનગર શહેરના અધ્યક્ષા મોતિબેન કારેથા વગેરે જેવા મહાનુભવોના હસ્તે વિધાર્થીઓ અને શાળાને સન્માનિત કરવામાં આવી હતી. શાળાના મુખ્ય શિક્ષક દિપક પાગડા અને શાળા પરિવારે આ સન્માન વિવિધ ક્ષેત્રોમાં માર્ગદર્શક શિક્ષક, વિધાર્થીઓ,વાલી અને દાતાઓની સૌની મહેનતનુ પરિણામ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો..


