Friday, January 10, 2025
Homeરાજ્યહાલારનવી સાયકલ લેવાની જીદ્દ પૂરી ન થતા વિદ્યાર્થિનીની આત્મહત્યા

નવી સાયકલ લેવાની જીદ્દ પૂરી ન થતા વિદ્યાર્થિનીની આત્મહત્યા

પરિવાર સમક્ષ નવી સાઈકલ લેવાની જીદ્દ કરી કોઇ કારણસર પિતાએ સાઈકલ ન લઇ આપી : તરૂણીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

દ્વારકા જિલ્લાના ઓખા મંડળના સુરજકરાડીમાં રહેતી તરૂણ વિદ્યાર્થિનીએ નવી સાઈકલ માટે પરિવાર પાસે જીદ્ કરી હતી પરંતુ, કોઇ કારણસર પરિવારજનોએ સાયકલ ન લઇ આપતા તરૂણીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠાબેન દીપકભાઈ પરમાર (ઉ.વ.16) નામની તરૂણીને નવી સાયકલ લેવી હોય, એ અંગેની જીદ પોતાના પરિવારજનો સમક્ષ કરી હતી. કોઈ કારણોસર તેમના પિતાએ સાયકલ ન લઈ આપતા જિદ્દી અને ઉગ્ર સ્વભાવની ધર્મિષ્ઠાબેને ગઈકાલે સોમવારે આવેશમાં આવી અને પોતાના ઘરે પોતાના હાથે સાડી વડે છતના હૂકમાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા દીપકભાઈ પરસોતમભાઈ પરમાર દ્વારા જાણ કરાતા મીઠાપુર પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular