Sunday, January 11, 2026
Homeરાજ્યગુજરાતમુખ્યમંત્રીનું શકિત પ્રદર્શન, નોંધાવી ઉમેદવારી

મુખ્યમંત્રીનું શકિત પ્રદર્શન, નોંધાવી ઉમેદવારી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઘાટલોડીયા બેઠક પરથી ભર્યુ ઉમેદવારી પત્ર : ભવ્ય રોડ શો અને બાઇક રેલી યોજવામાં આવી : મુખ્યમંત્રીએ કહ્યું ઘાટલોડિયાના દરેક નાગરિક મારો પરિવાર

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભવ્ય રોડ શો સાથે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાની બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં પ્રભાતચોકથી લઇને સોલા સુધીની બાઇક રેલી સાથે ભવ્ય રોડ શો યોજીને શકિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે ફોર્મ ભરતાં પહેલાં ઘાટલોડિયાના મતદારોને ટૂંકું સંબોધન કર્યુ હતું. જેમાં દરેક નાગરિકને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17મી નવેમ્બર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા છે. ફોર્મ ભરતા પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન અમિત શાહ રોડ શો કરી રહ્યા છે. ઉપરાંત એસજી હાઈવે સોલા ભાગવત પાસે ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. પ્રભાત ચોક પહોંચતાની સાથે જ મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરો અને પોતાના સમર્થકો સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ અમિત શાહનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રેલીના સ્વરૂપે મુખ્યમંત્રી ફોર્મ ભરવા રવાના થયા હતા.

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર ત્રણ મીનિટ સુધી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઘાટલોડિયાના દરેક નાગરીક મારા પરિવારજન છે. દરેકનો સહકાર મળ્યો છે એટલે જ લાગી રહ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. અહીં સંતો પણ હાજર છે. તેઓ આશિર્વાદ આપે. અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધી અવાજ જોઈએ એમ પ્રચંડ અવાજથી ભારત માતા કી જય બોલો. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ છે. ઘણા સમાજના લોકો અહીંયા ફોર્મ ભરાવવા માટે આવ્યા છે.1990થી ભાજપ ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ રાખ્યો છે.ગુજરાતની જનતાની અસીમ કૃપા રહી છે.આપણી ઝોળી કમળથી ભરી દીધી છે.એકપણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ પરાજય નથી દેખાડ્યો.2022માં જેને જે હિસાબ લગાવી દેવો હોય એ કરજો બધા રેકોર્ડ તોડી ભાજપ સરકાર બનશે.1995થી 2022 સુધીનો આ સમયગાળો માત્ર ગુજરાત નહિ દેશના લોકતંત્રના ઈતિહાસમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular