Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરરાત્રિ કફર્યુની કડક અમલવારી કરાવતું પોલીસ તંત્ર

રાત્રિ કફર્યુની કડક અમલવારી કરાવતું પોલીસ તંત્ર

- Advertisement -

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વધી રહેલાં કોરોના સંક્રમણને કારણે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જામનગર સહિત 20 જિલ્લાઓમાં રાત્રિના આઠ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કફર્યુની જાહેરાત કરવામાં આવી છે. જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા રાત્રિ કફર્યુની અમલવારી કરાવવામાં આવી રહી છે. રાત્રિ કફર્યુને ધ્યાને લઇ જામનગર પોલીસ દ્વારા ગઇકાલે રાત્રે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં ડીકેવી સર્કલ, અંબર ચોકડી, બેડીગેઇટ, ત્રણ દરવાજા, ગુરૂદ્વાર ચોકડી, સાત રસ્તા સર્કલ સહિતના શહેરમાં અનેક વિસ્તારો ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને રાત્રિ કફર્યુની કડક અમલવારી કરાવવામાં આવી હતી. રાત્રિ કફર્યુ દરમ્યાન બહાર નિકળતાં લોકોને રોકીને પૂછપરછ પણ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular