જામનગરમાં ટ્રાફિક પોલીસમાં નવા પીઆઈએ ચાર્જ સંભાળતા જ એક્શન મોડમા આવ્યા છે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ કડક બનાવવા કાર્યવાહી શરૂ કરી છે. ખંભાળિયા બાયપાસ ચોકડી ખાતે ખાસ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઈવે પર પસાર થતા વાહનોની સઘન ચેકિંગ કરવામાં આવી.
આ ડ્રાઇવ દરમિયાન પીઆઈ એસ. વી. ચૌધરી તથા પીએસઆઈ એ. એચ. ચોવટ સાથે ટ્રાફિક પોલીસનો સ્ટાફ તૈનાત રહ્યો હતો અને નિયમોના કડક પાલન માટે કામગીરી હાથ ધરવામાં આવી. દસ્તાવેજો વગર વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ ફટકારવામાં આવ્યા.
View this post on Instagram
શંકાસ્પદ વાહનોને રોકીને તપાસ કરવામાં આવી હતી તેમજ ઓવરસ્પીડિંગ કરનાર વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી. ઉપરાંત નંબર પ્લેટ વગરના વાહનોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આ સમગ્ર ડ્રાઇવનો મુખ્ય હેતુ માર્ગ સુરક્ષા વધારવાનો અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.


