Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકામાં પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટની દારૂ સાથે ઉજવણી કરનારા શખ્સો સામે કડક...

દ્વારકામાં પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટની દારૂ સાથે ઉજવણી કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે થર્ટી ફર્સ્ટ નિમિત્તે પોલીસે કડક કાર્યવાહી કરી, દારૂ અંગે અનેક આસામીઓ સામે ગુના નોંધાયા છે. જેમાં આઠ વાહનચાલકો તેમજ ત્રણ ડઝનથી વધુ શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુક્રવારે થર્ટી ફર્સ્ટ હોવાથી પોલીસ દ્વારા પ્યાસી સામે કડક હાથે કરવામાં આવેલી કામગીરી અંતર્ગત ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાંથી પ્રવીણ મુળજી આયડા નામના શખ્સને મોટર સાયકલ પર પીધેલી હાલતમાં નીકળતા જ્યારે કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામેથી માયાગર ખીમગર મેઘનાથીને રૂા 15 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ પર, જ્યારે ખંભાળિયા તાલુકાના વાડીનાર પોલીસે મૂળ બિહારના અર્જુનકુમાર રામકિશોર સિંગ નામના શખ્સને મહિન્દ્રા વાહનમાં પીધેલી હાલતમાં, જ્યારે ભાણવડ પોલીસે મોખાણા ગામના બધા લાખા મોરી, ભાણવડના મુકેશ કારા સોલંકી, ભુરા બધુ સોનગરા, મુળ મેવાસા ગામના હિતેશ ઉર્ફે ભરત રામ મકવાણા અને નગર નાકા વિસ્તારમાંથી હિરેન મનસુખભાઈ સીતાપરા નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા ઝડપી લઇ, સ્થાનિક પોલીસે ઉપરોકત શખ્સો સામે કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા પોલીસે બેહ ગામે દરોડો પાડી, હરિયા દેવીયા પતાણીના રહેણાક મકાનમાંથી આઠ લીટર દેશી દારૂ, જ્યારે આ જ ગામના રાણસી દેવાણંદ ગઢવીના મકાનમાંથી ચાર લિટર દેશી દારૂ કબજે કર્યો હતો. પરંતુ ઉપરોક્ત બંને શખ્સો પોલીસને મળી આવ્યા નહોતા.

- Advertisement -

આ ઉપરાંત દ્વારકા પોલીસે કુવરસંગભા અબડાભા નાયાણીના રહેણાંક મકાનમાંથી ત્રણ લિટર, મીઠાપુર પોલીસે બાલુભા શામળાભા બઠિયાના રહેણાંક મકાનમાંથી ત્રણ લીટર, અને રમેશ રામજી મકવાણાના મકાનમાંથી બે લીટર જ્યારે વાડીનાર પોલીસ આમીન અબ્બાસ સંઘારના રહેણાંક મકાનમાંથી ચાર લીટર અને દીપસંગ ભીખુભા જાડેજાના મકાનમાંથી ત્રણ લિટર દેશી દારૂ કબજે કર્યો હતો. પરંતુ ઉપરોક્ત શખ્સો આ સ્થળે મળી ન આવતા તેઓને હાલ ફરાર ગણી, સ્થાનિક પોલીસ દ્વારા પ્રોહીબીશન એક્ટ મુજબ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના યશપાલસિંહ હિતેન્દ્રસિંહ જાડેજાના કબજામાંથી પોલીસે એક બોટલ વિદેશી દારૂ, વાઘાભા કરણાભા સુમણીયાના કબ્જામાંથી એક બોટલ વિદેશી દારૂ, જ્યારેે શાંતિલાલ કાના કોરડીયા પાસેથી દેશી દારૂ કબજે કર્યો હતો. જ્યારે ઓખા પોલીસે દિપક મેઘા ધોળિયા, શૈલેષ પ્રભુ કેની, દિનેશ નારણ માછી, મહેશ નાઝા ચુડાસમા, ભાણવડ પોલીસે અહેમદ અઝીઝ બ્લોચ, કલ્યાણપુર પોલીસે યુવરાજસિંહ પ્રતાપસિંહ વાઢેર અને જગુભા માનસંગ વાઢેરના કબજામાંથી દેશી દારૂ જપ્ત કર્યો છે.

- Advertisement -

ખંભાળિયામાંથી સ્થાનિક પોલીસે કાલિદાસ તુલસી રામાવત, જીતેન્દ્ર વશરામ નકુમ, રાજુ ઈશ્ર્વર કનીપાવ, રાજુ ભવાન રાઠોડ, દિલીપ સોમા સોલંકી, જગુ મુળજી ભાટ્ટી અને અશ્વિન મનસુખ બારૈયાને જ્યારે સલાયા પોલીસે મહેમુદ અબ્દુલ સુમણીયા, દ્વારકા પોલીસે વિજય મનસુખ કોરડીયા, રમેશ સોમા સોલંકી, વિનુ ભીખુ જેઠવા, ગગા છગન પરમાર, મહેબૂબ ગુલામહુસેન ફકીર, કિસન રાજુ ચૌહાણને જ્યારે ઓખા પોલીસે શંકર ગોવિંદ હળપતિ, મુકેશ પ્રવિણ રાઠોડ, અશોક છગન આંજરી, અનિલ મોહન ટંડેલ, અરવિંદ ભાણા રાઠોડ, ધીરુ બાલુ દોડીયા, અને પ્રવીણ લખમણ રાઠોડને, જ્યારે મીઠાપુર પોલીસે ગોદળ સના લધા, રામસંગભા જખરાભા જગતિયા, રાણા બાલુ સોંદરવા અને વિજયભા ગગાભા કેર નામના શખ્સોને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

ભાણવડના ભેનકવડ ગામેથી પોલીસે પોરબંદરના નટવરગામના માલદે ઝાંઝા ઓડેદરા નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં બે લીટર દેશી દારૂ સાથે જ્યારે પોરબંદર તાલુકાના ખીમાણંદ વિરમ ગઢવી નામના શખ્સને ખારાવાડ વિસ્તારમાંથી પીધેલી હાલતમાં બે લીટર દેશીદારૂ સાથે જ્યારે વેરાડ ગામના સુરેશ સોમા ડોડીયા નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં બે લિટર દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

આ ઉપરાંત ભાણવડ પોલીસે કરણ રામશી પિપરોતર, અનવર કાદરભાઈ બ્લોચ, વિજય મથુર કોળી અને અજય લાખા મેથાણીયા નામના શખ્સોને જ્યારે વાડીનાર પોલીસે સચિન ધારસિંગ રાણા અને મુસ્તાક ઝાકીર આમદાણીને પીધેલી હાલતમાં, ઉપરાંત કલ્યાણપુર પોલીસે પરબત વજશી ચાવડા નામના શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લઈ, ઝડપાયેલા આ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular