Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઅજીબ ઘટના... ધસમસતી ટ્રેનના કંપનથી આખું સ્ટેશન ધસી પડયું !!

અજીબ ઘટના… ધસમસતી ટ્રેનના કંપનથી આખું સ્ટેશન ધસી પડયું !!

મધ્યપ્રદેશમાં એક હાઇસ્પીડ ટ્રેનના કંપનથી આખેઆખું રેલવે સ્ટેશન ધ્વસ્ત થઇ ગયાની ચોંકાવનારી અને અજીબ ઘટના સામે આવી છે. ધસમસતી પસાર થયેલી ટ્રેનને કારણે સ્ટેશનની ઇમારત ધસી પડી હતી. આ અજીબ ઘટનાની વિગત મુજબ મધ્યપ્રદેશના બુરહાનપુર નજીકના ચાંદની રેલવે સ્ટેશન પરથી બુધવારે સાંજે હાઇસ્પીડ ટ્રેન પુષ્પક એકસપ્રેસ ધસમસતી પસાર થઇ હતી. આ ટ્રેનના કંપનથી સ્ટેશનની ઇમારતના બારી-દરવાજા તૂટી ગયા હતા. તેમજ આગળનો હિસ્સો ધ્વસ્ત થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલ અધિકારીઓ દોડી ગયા હતા. આ ઘટનાને કારણે આ માર્ગ પરનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. હાઇસ્પીડ ટ્રેનના કંપનથી સ્ટેશન ધસી પડવાની આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular