ખંભાળિયા શહેરના એક વખતના રાજકીય આગેવાન તથા અગ્રણી કાર્યકર નટુભાઈ ગણાત્રા દાયકાઓ પૂર્વે તેમના પ્રજા પ્રશ્નો ઉકેલવા માટે લોકલડત આપવા માટે જાણીતા હતા. વડાપ્રધાન મોદી સાથે દાયકાઓ અગાઉ સીધા સંબંધો પણ તેમને હતા. પરંતુ હવે લોક પ્રશ્નોના બદલે જાણે વિકાસમાં રોડા નાખવાનું કામ થતું હોય તેવા મનાતા પ્રયાસો લોકોમાં ટીકાસ્પદ બન્યા છે. લોકો તેમના ભૂતકાળના પ્રશ્નો ઉકેલવાના કાર્યો યાદ કરી રહ્યા છે.
ખંભાળિયામાં નગરપાલિકા દ્વારા અહીંના જોધપુર ગેઈટથી નગર ગેઈટ સુધીના માર્ગને ખોદીને રૂપિયા 40 લાખના ખર્ચે નવેસરથી રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ સ્થળે ગતરાત્રે નટુભાઈ ગણાત્રા ખાટલો નાખીને સુઈ ગયા હતા અને કથિત અયોગ્ય કામગીરીનો વિરોધ કર્યો હતો.
આ ચર્ચાસ્પદ મુદ્દે ભાજપના ટોચના નેતા સુધી વાત પહોંચતા પોલીસે ઘટના સ્થળે આવીને કડક કાર્યવાહી શરૂ કરી હતી. જેથી આ નેતાએ ચાલતી પકડી હતી. “ચોમાસામાં રસ્તા પરની પાણી દુકાનમાં આવે છે એટલે મારો વિરોધ હતો” તેમ કહી અને તેઓ ચાલ્યા ગયા હતા.
પાલિકા સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ નગરપાલિકા દ્વારા માત્ર રસ્તા રીપેરીંગની કામગીરી કરવાના બદલે નવ ઇંચ જેટલો રસ્તો ખોદીને નવેસરથી બનાવવામાં આવી રહ્યો છે અને જૂનો રસ્તો કાઢી, સુવ્યવસ્થિત રીતે કરવાની આ કામગીરીમાં નટુભાઈ ગણાત્રા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉના વર્ષોમાં ભાજપમાં રહેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના સમર્થક અને છેલ્લે વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારને સમર્થન આપીને કામ કરતા આ નેતા છેલ્લા ઘણા સમયથી ચર્ચા સાથે વિવાદમાં રહ્યા છે.
થોડા સમય પહેલા સફાઈ કામદારોને લઈને નગર ગેઈટ ટાવર ઉપર ચડી જઈને આત્મ વિલોપનનો પ્રયાસ થયો હતો. ત્યાર બાદ જિલ્લા કલેકટર સાથે અયોગ્ય વર્તન પણ કરાયું હતું. દ્વારકા દેવસ્થાન સમિતિમાંથી કાઢવાની કાઢી મૂકવાની માંગ સાથે દ્વારકાના દરિયામાં તેણે તેમણે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ વિવિધ મુદ્દે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા સમયાંતરે ભારે ચર્ચા જાગી હતી.
ખંભાળિયાના એક વખતના પ્રતિષ્ઠિત અગ્રણી નટુભાઈ ગણાત્રાએ ગત સાંજે મજૂરોને સાથે રાખી અને અહીંના જોધપુર ગેઈટ પાસે ભુગર્ભ ગટરના ઢાંકણાને તોડવાનો પ્રયાસ કરવા કરાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. લોખંડના હથોડા વડે સરકારી મિલકતને નુકસાન થતું હોવાથી નગરપાલિકા તંત્ર દોડ્યું હતું અને તાકીદે આ કામ અટકાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો પૂર્વે રૂપિયા 40 કરોડના ખર્ચે ભુગર્ભ ગટર નાખવામાં આવી છે. પરંતુ કોન્ટ્રાક્ટ દ્વારા આ તમામ કામગીરી નિયમ મુજબ ન થતા નગરપાલિકા દ્વારા જો કોન્ટ્રાક્ટર સંપૂર્ણપણે આ યોજના કાર્યરત હોવાનું ચાલુ કરીને દેખાડે તો સંભાળવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આમ ન થવાના કારણે નગરપાલિકાએ આ યોજના સંભાળી નથી અને જોઈન્ટ માર્યા નથી કારણ કે પાણીના નિકાસ વગર જોઈન્ટ લગાવવામાં આવે તો ગામમાં જ આ ભૂગર્ભ ગટર છલકાઈ જાય. ત્યારે નટુભાઈ ગણાત્રાની આ કામગીરીથી ભારે ચર્ચા જાગી છે.
જો કે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા તંત્ર દ્વારા આ બાબતે સરકારી મિલકતને નુકસાની થયા હોવાની ફરિયાદ અરજી પોલીસ સમક્ષ તથા જિલ્લા તંત્રને કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.