Tuesday, December 16, 2025
Homeસમાચારરાષ્ટ્રીયEXIT POLL ને શેરબજારની સલામી

EXIT POLL ને શેરબજારની સલામી

સેન્સેકસ અને નિફટીમાં ખુલતા વેત જ 3.5 ટકાનો ઉછાળો : રોકાણકારોની સંપત્તિમાં 11 લાખ કરોડનો વધારો

લોકસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલના અંદાજને કારણે શેરબજારમાં તેજીનું વાવાઝોડું ફૂંકાયું છે. BSE સેન્સેક્સ 2621.98 પોઈન્ટ અથવા 3.55 ટકાના વધારા સાથે 76,583 ના સ્તર પર ખુલ્યો હતો. આ તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. આ સિવાય NSE નો નિફ્ટી 807.20 પોઈન્ટ અથવા 3.58 ટકાના અદભૂત ઉછાળા સાથે 23,337.90 પર ખુલ્યો હતો. શેરબજાર ઐતિહાસિક ટોચ પર ખુલ્યું છે અને વોલેટિલિટી ઈન્ડેક્સ એટલે કે ઈન્ડિયા જે ઘટાડાનો ખ્યાલ આપે છે, તેમાં 18 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.આ લખાય છે ત્યારે સેન્સેક્સ 2000 પોઇન્ટ વધી ને 76000 તો નિફ્ટી 628 વધીને 23159 ઉપર છે. BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 423.94 લાખ કરોડ થયું છે, જ્યારે શુક્રવારે તે રૂ. 412.23 લાખ કરોડ હતું. એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની કમાણી 11 લાખ કરોડ રૂપિયાથી વધુ વધી ગઈ છે. બીએસઈ પર 3100 શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાંથી 2670 શેર વધી રહ્યા છે. 328 શેરમાં ઘટાડો છે અને 102 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. પ્રી-ઓપનિંગમાં જ 2000 પોઈન્ટના ઉછાળાથી સ્પષ્ટ થાય છે કે એક્ઝિટ પોલ બાદ આજનો દિવસ બજાર માટે જબરદસ્ત તેજીનો દિવસ છે. સેન્સેક્સ 2596 પોઈન્ટ અથવા 3.51 ટકાના ઉછાળા બાદ 76557 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નો નિફ્ટી 806.90 પોઈન્ટ અથવા 3.58 ટકા વધીને 23,337.60 ના સ્તર પર હતો.

- Advertisement -

આજે સ્થાનિક શેરબજારે નવી ઊંચી સપાટી બનાવી છે. બીએસઇ સેન્સેક્સે 76,738.89ની વિક્રમી સપાટી બનાવી છે અને નિફ્ટીએ 23,338.70ની ઊંચી સપાટીને સ્પર્શી છે. સેન્સેક્સના 30માંથી 30 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે પાવર ગ્રીડ 7.08 ટકા વધીને ટોચ પર છે. NTPCમાં 6.14 ટકા, ખખમાં 5.23 ટકા, કઝમાં 5.15 ટકા અને SBIમાં લગભગ 5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular