ખંભાળિયાના આરાધના ધામ પાસે બસમાંથી ઉતરતી વખતે યુવાનના ખીસ્સામાંથી નવ હજાર રાખેલ પાકીટ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના આરાધના ધામ પાસે એસ.ટી.ની બસમાં ઉતરતી વખતે ખંભાળિયા તાલુકાના નટુભા બનેસંગ નામના એક યુવાનના ખીસ્સામાં રહેલા નવ હજારની રોકડ રકમ કોઈ શખ્સ નજર ચૂકવીને ચોરી કરીને લઇ જતા આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


