દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા દર્દીઓ સંખ્યામાં ઘટાડા સાથે ડિસ્ચાર્જ થતા દર્દીઓના ડબલ જેટલા આંકડા ઘણા સમય બાદ સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે ગુરૂવારે કોરોના અંગે જાહેર થયેલી વિગત મુજબ જિલ્લામાં 66 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાં અડધોઅડધ 33 ભાણવડ તાલુકાના છે. જ્યારે દ્વારકાના 18, ખંભાળિયા નવ તથા કલ્યાણપુર તાલુકાના છ નવા દર્દી નોંધાયા છે. આ વચ્ચે પ્રથમ વખત કહી શકાય તેવા અધધધ કહી શકાય તેટલા 97 દ્વારકાના, 13 ભાણવડના, 8 ખંભાળિયાના, અને 4 કલ્યાણપુરના મળી કુલ 122 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જેથી એક્ટિવ કેસનો આંકડો ઘટીને 778 થયો છે. સરકારી ચોપડે નોન કોવિડ વધુ ત્રણ મૃત્યુ નોંધાયા છે.
સરકારી વિગત સાથે ખાનગી હોસ્પિટલો, લેબોરેટરી વિગેરેમાં પણ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. જ્યારે અગાઉ કરતા કોરોના દર્દીઓને બેડ મળવું પણ હવે સહેલું બની રહ્યું છે.
દ્વારકા જિલ્લામાં કોરોના સામે લડત દર્શાવતા આંકડા
65 નવા દર્દીઓ વચ્ચે 122 ડિસ્ચાર્જ