ગત્ પાંચ મે થી 12 મે સુધી સરકારે ગુજરાતમાં વિવિધ પ્રતિબંધો સાથેનું અધકચરું લોકડાઉન લાદયા પછી, સરકારે ગઇકાલે 11 મેની સાંજે આ આંશિક લોકડાઉનને 18 મે સુધી લંબાવી દીધું છે. જેનો સમગ્ર રાજયમાં વિરોધ થઇ રહ્યો છે.
કોરોના મહામારીને અંકુશમાં લેવાં સરકારની કોર કમિટીએ શરૂઆતમાં રાજયના ચાર મોટાં શહેરોમાં રાત્રી કર્ફયુની શરૂઆત કરી. પછી ધીમે-ધીમે શહેરોની સંખ્યા વધારીને ચારમાંથી 36 કરી નાંખી. રાત્રી કર્ફયુ સંપુર્ણ અર્થવિનાનો વિચાર અને અમલ છે. રાત્રી કર્ફયુથી કોરોના કાબુમાં આવી શકે નહીં. સમગ્ર રાજયમાં આ મુદ્ે સરકારની ટીકાઓ થઇ રહી છે. આમ છતાં, જામનગર સહિતના 36 શહેરોમાં રાત્રી કર્ફયુ અમલમાં છે.
આ ઉપરાંત સરકારે ઘણાં દિવસોથી અધકચરા લોકડાઉન પ્રમાણે મોટાંભાગના નાના વેપારીઓની દુકાનો બંધ કરાવી દીધી છે. બીજી બાજુ અમુક વ્યવસાયો ચાલુ છે. રાજયભરમાં નાના મોટાં ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે. રાજયના નાગરિકો છુટથી હરીફરી રહ્યા છે. આ પ્રકારના અધકધરા લોકડાઉનથી કોરોના અંકુશમાં આવી શકે નહીં. આમ છતાં રાજયના વેપારી સંગઠનોને વિશ્ર્વાસમાં લીધાં વિના પાંચ-પંદર મહાનુભાવોની બનેલી સરકારની કોર કમિટી મનપડે તેવાં નિર્ણયો લઇ રહી છે. અધકચરા લોકડાઉનમાં સરકારે પોતાની કમાણીની જગ્યાઓ ખુલ્લી રાખી છે. અને વેપારીની કમાણીની જગ્યાઓ બંધ કરી દીધી છે. ઘણાં દિવસો પહેલાં વેપારી વર્ગે સ્વૈચ્છિક લોકડાઉન આદરીને સરકારને ખોટાં માર્ગે જવા લલચાવી, હવે વેપારીઓ પસ્તાય રહ્યા છે.
કોર કમિટિ એટલે હું, ફુઇ અને રતનિયો
ગુજરાત સરકારના અધકચરા લોકડાઉનનો રાજયભરમાં વિરોધ: સરકારે પોતાની કમાણીની જગ્યાઓ ખુલ્લી રાખી