જામનગર રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણ તા. 1 થી 4 જુલાઇ સુધી સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 કલાક દરમિયાન જામનગર રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ (બ્રહ્મપુરી) રાજગોર ફળી શેરી નં. 1, જામનગર ખાતેથી આપવામાં આવશે. નોટબુક મેળવવા માટે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષની ઓરિજીનલ માર્કશીટ સાથે રાખવી જરુરી છે. જો માર્કશીટ આવેલ ન હોય તો પાછલા વર્ષની માર્કશીટ લાવવી. અન્યથા નોટબુક આપવામાં આવશે નહીં તેવું પ્રમુખની યાદી જણાવે છે.