Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ...

ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત ૧૫૦ જેટલા નાગરિકોએ રક્તદાન કર્યું

- Advertisement -

કોરોના મહામારીમાં રક્તની માંગને પહોંચી વળવા ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ  સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાટીલે આ તકે રક્તદાતાઓનું મનોબળ વધાર્યું હતું અને આવા કપરા સમયમાં સમાજને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, અગ્રણી ભીખુભાઇ દલસાણીયા,  સ્ટેંડિંગ કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, મંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મંત્રી મેરામણભાઈ ભાટુ, મહામંત્રી વી.બી.જાડેજા, પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, રાજપૂત સમાજના પ્રમુખ પી.એ.જાડેજા વગેરે જોડાયા હતા.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે જન કલ્યાણ હેતુ યોજવામાં આવેલ આ મહા રક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.જેને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ સાંપડયો હતો.બપોર સુધીમાં જ ૧૫૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાની સામાજિક ફરજો અદા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular