Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકાશ્મીર તથા ત્રિપુરાથી પ્રારંભ, સોશિયલ મીડિયા પર હવે ‘સરકાર’ની વોચ

કાશ્મીર તથા ત્રિપુરાથી પ્રારંભ, સોશિયલ મીડિયા પર હવે ‘સરકાર’ની વોચ

- Advertisement -

ડિજીટલ ક્રાંતિની સાથે વાણી સ્વતંત્રતા અને અભિવ્યકિતના નામે સોશિયલ મીડિયા પર વાંધાજનક અને ગેર માર્ગે દોરતી પોસ્ટનો રાફડો ફાટયો છે. કરોડો લોકો એક સાથે ડિજીટલ ફલેટફોર્મનો ઉપયોગ કરતા હોય ત્યારે ઘણી વાર દેશ વિરોધી અને છેતરપિંડી વાળી પોસ્ટ નજરે પડે ત્યારે ઘણું નુકસાન થઇ ચુકયું હોય છે. સાયબર દુનિયાનો દુરૂપયોગ કરતા ડિજીટલ બદમાશી પર હવે સાયબર વોલેન્ટિયર ચાંપતી નજર રાખશે. આ વોલેન્ટિયર રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ અને તેની સાથે સંકળાયેલી સામગ્રી, પોસ્ટ અને ટ્વીટ પારખશે. એટલું જ નહી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આવા વિડિયો શેર કરનારા પર કાર્યવાહી પણ થઇ શકશે.

- Advertisement -

ભારત સરકાર આ અંગેના પાયલોટ પ્રોજેકટ અંર્તગત જમ્મુ કાશ્મીર અને ત્રિપુરામાંથી તેની શરુઆત કરશે. આ વ્યવસ્થાનો ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો ઓર્ડિનેશન સેન્ટરના નોડેલ પોઇન્ટ તરીકે ઉપયોગ થશે. સાઇબર વોલેન્ટિયર બનવા માટે નામ, મોબાઇલ નંબર અને બીજી પણ જરુરી વિગતો આપવી પડશે. સાઇબર વોલેન્ટિયર આ અભિયાનનો ઉપયોગ વ્યકિત કે વ્યવસાયિક હિતો કે ફાયદા માટે ઉપયોગ કરી શકશે નહી. સાઇબર વોલેન્ટિયર આ પ્લેટફોર્મ હેઠળ સરકારી હોદા કે ગૃહ મંત્રાલયના નામનો ઉપયોગ કરી શકશે નહી. જો કે રાષ્ટ્રવિરોધી ડિજીટલ સામગ્રી પર લગામ તાણવા માટે હજુ કોઇ સ્પષ્ટ કાયદાકિય માળખુ તૈયાર થયું નથી. હાલમાં યુએપીએ હેઠળ અપરાધીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. જો કે રાષ્ટ્રવિરોધી સામગ્રી કોને ગણવી એ નકકી કરવું પણ જરુરી બને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular