જામનગર 78 વિધાનસભાના વિસ્તારમાં હર ઘર તિરંગા યાત્રામાં શહેરીજનો રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સાહભેર જોડાયા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ હર હર તિરંગા યાત્રામાં યાત્રાનો પ્રારંભ પોતાના મત વિસ્તારમાંથી ભારત માતાના જયઘોષ સાથે કરાવ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની સાથે જામનગરમાં જાહેર ખાનગી સામાજિક તમામ સંસ્થાઓમાં હર ઘર તિરંગા રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના નું જતન કર્યું હતું. જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રધ્વજ ભારતના લોકોની આશાઓ અને અપેક્ષાઓનું અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. રાષ્ટ્રધ્વજ પ્રત્યે સારું સાર્વત્રિક આદર અને વફાદારી છે. જામનગરના શહેરીજનોની ભાવનાઓ અને માનસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તિરંગા યાત્રામાં કોર્પોરેટરો, આગેવાનો, યુવાનો અને શહેરીજનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રના જયઘોષ સાથે નીકળતા શહેરમાં અનેરૂ દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું અને હર ઘર તિરંગા યાત્રાને શહેરીજનોએ આવકારી હતી અને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું
આઝાદી કા અમૃત મહોત્સવની સાથે હર ધર ત્રિરંગા યાત્રા જામનગર 78ના વિધાનસભાના જુદા-જુદા વોર્ડમાં શહેર ભાજપ સંગઠન પાંખના હોદેદારો, કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો વેપારીઓ, યુવાનો જોડાયા હતા.