સુપ્રીમ કોટે પરપ્રાંતીય મજૂરો માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાને એનસીઆર(નેશનલ કેપિટલ રિજિયન)માં કોમ્યુનિટ કિચન(સામૂહિક રસોડા) શરૃ કરવાના નિર્દેશ આપ્યા છે. કોરોના મહામારીને કારણે જે પરપ્રાંતીય મજૂરો પોતાના ઘરે જવા માગતા હોય તેમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પૂરી પાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે રાજ્યોએ સુનિશ્ચિત કરવુ જોઇએ વતન પરત જવા માગતા મજૂરો પાસેથી ખાનગી બસ સંચાલકો વધુ નાણા ન લે અને સરકાર તેમના તેમના માટે ટ્રેનની વ્યવસ્થા કરવા અંગે પણ વિચારવું જોઇએ.
ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે ત્રણ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી આ નિર્દેશ જારી કર્યા હતાં. આ અરજીમાં માગ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ કોરોનાના કારણે દેશના વિવિધ ભાગોમાં મૂકવામાં આવેલા પ્રતિબંધોને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પરપ્રાંતીય મજૂરો માટે ભોજનની વ્યવસ્થા, કેશ ટ્રાન્સફર, પરિવહન સુવિધા અને અન્ય કલ્યાણકારી ઉપાયો સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને જરૃરી નિર્દેશ આપવામાં આવે. ખંડપીઠે જણાવ્યું હતું કે હાલમાં અમે સામૂહિક રસોડા તૈયાર કરવા અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉભી કરવા અંગે નિર્દેશ આપવા ઇચ્છુક છીએ. જેથી કરીને કોઇ પણ પરપ્રાંતીય મજૂર ભૂખ્યો ન રહે અને તે મજૂર પોતાના વતન પરત જવા માગતો હોય તે સરળતાથી જઇ શકે. અરજકર્તા વતી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે પરપ્રાંતીય મજૂરો ફરી એક વખત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે કારણકે તેમની આજીવિકા છીનવાઇ ગઇ છે અને તેમની પાસે પોતાનું ભરણપોષણ કરવા માટેના નાણાં નથી. સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે દેશ કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને તમામ રાજ્યોનો પ્રયાસ કરી રહ્યાં છે કે ઔદ્યોગિક અને ક્ધસ્ટ્રકશન પ્રવૃત્તિઓ બંધ ન થાય. આ ઉપરાંત આ વખતે તમામ રાજ્યો એ સુનિશ્ચિત કરી રહ્યાં છે કે લોકડાઉન એ પ્રકારનું ન હોય જે ગયા વર્ષે હતું. ઉદ્યોગો એકમો કાર્ય કરી રહ્યાં છે અને ક્ધટ્રકશન પ્રવૃત્તિઓ ચાલુ છે.