જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડે વલસાડના ઉમરગામના ઘરફોડ ચોરીના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોરબંદરના રાણાવાવમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડના હેકો કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા અને ગજેન્દ્રસિંહ જાડેજાને મળેલી વલસાડ જિલ્લાના ઉમર ગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં પાંચ વર્ષથી નાસતો-ફરતો આરોપી પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામમાં હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ. ગરચર તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હે.કો. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશ સુવા, ગીરીરાજસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ સહિતનાએ પોરબંદરના રાણાવાવ ગામમાંથી મુકેશ મગન ભુરિયા (રહે. ધનાર પાટીયા તા.ગરબાડા, જી.દાહોદ) નામના શખ્સને ઝડપી લઇ ઉમરગામ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.