દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 30 મેથી 30 જૂન સુધી સતત એક માસ સુધી જિલ્લા સાંસદની ખાસ ઉપસ્થિતિ વચ્ચે ચાલનારા સાંસદ વિશેષ જન સંપર્ક અભિયાનમાં ગઈકાલે ગુરુવારે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સવારે જલારામ મંદિરની ખાસ મુલાકાત લેવામાં આવી હતી.
આ કાર્યક્રમના પ્રારંભે ભાજપની ટીમ દ્વારા સમૂહ સફાઈ બાદ ઢોલ નગારા સાથે પુષ્પવર્ષાથી સાંસદ પૂનમબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવા ભાજપના કાર્યકરો દ્વારા ભાજપના ઝંડા લહેરાવીને ભારત માતાકી જયના નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, ગીતાબા જાડેજા, જિલ્લા મંત્રી નિમિષાબેન નકુમ, વિગેરેની ઉપસ્થિતિમાં જલારામ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ વેપારીઓ કિશોરભાઈ દતાણી, સુધીરભાઈ પોપટ, ધીરેનભાઈ બદીયાણી, વિગેરે દ્વારા સાંસદ પૂનમબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરિભાઈ નકુમ, વીરપારભાઈ ગઢવી, ઇન્દ્રજીતસિંહ પરમાર, રેખાબેન ખેતિયા, પી.એમ. ગઢવી, રવિરાજસિંહ જાડેજા, હિતેશભાઈ ગોકાણી, પિયુષભાઈ કણજારીયા, વિગેરે સાથે જોડાયા હતા.
ખંભાળિયામાં ગુરુવારે સાંસદ પૂનમબેન માડમના જન સંપર્ક અભિયાનમાં દલિત સમાજ દ્વારા તેમને લગતા વિવિધ પ્રશ્નો અંગેની રજૂઆતમાં અગ્રણી લખુભાઈ ચાવડા, મયુરભાઈ ધોરીયા વિગેરે જોડાયા હતા.