Saturday, March 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કથળેલી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ - VIDEO

જામનગરમાં કથળેલી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ – VIDEO

જામનગર શહેરમાં કથળેલી ટ્રાફિક વ્યવસ્થામાં ક્ષણિક સુધારા માટે પોલીસ દ્વારા ડીકેવી સર્કલ પાસે ગતરાત્રિના સમયે વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા દિવસેને દિવસે કથળતી જાય છે. મુખ્ય ટ્રાફિક સિગ્નલો તથા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનો માત્ર કહેવા પૂરતી જ ફરજો બજાવતા હોય છે. ખરેખર આ કર્મચારીઓ પોઇન્ટ પર ઉભા રહેવાને બદલે સાઇડમાં પોતાના વાહનો ઉપર બેસીને વાતોના ગપાટા મારવામાં અને મોબાઇલમાંથી ઉંચા નથી આવતાં. તેઓને ટ્રાફિકજામ થાય તેની સાથે કોઇ લેવા-દેવા હોતો નથી. ખરેખર ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ અને વ્યવસ્થિત બનાવવી હોય તો, શહેરના દરેક ટ્રાફિક સિગ્નલ અને પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોએ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઇએ. જો તેઓ તેમની ફરજ બરાબર નિભાવશે તો શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં ઓટોમેટિક સુધારો થઇ જશે. પરંતુ આ સમસ્યા જામનગરમાં વરસોથી વણઉકેલ રહી છે અને નજીકના ભવિષ્યમાં આનો ઉકેલ આવે તેવી શક્યતાઓ નહીંવત્ જણાય છે.

- Advertisement -

દરમ્યાન સિટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા શુક્રવારે રાત્રિના સમયે ડીકેવી સર્કલ, હનુમાન ગેટ ચોકી પાસે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો અને શહેરમાં ટ્રાફિકની સરળતા જાળવવાનો હતો. પોલીસ ટીમ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટબેલ્ટ ન બાંધવી, સિગ્નલનો ભંગ કરવો તેમજ અન્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular