Friday, February 6, 2026
Homeરાજ્યહાલારપિતાના ઠપકાનું લાગી આવતાં પુત્રની આત્મહત્યા

પિતાના ઠપકાનું લાગી આવતાં પુત્રની આત્મહત્યા

જામનગર જિલ્લાના નાના લખિયા ગામની સીમમાં રહેતાં ખેતમજૂર યુવકને તેના પિતાએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મધ્યપ્રદેશના અલીરાજપૂર જિલ્લાના વતની અને હાલ લાલપુર તાલુકાના નાના લખિયા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં મજૂરી કરતાં રાહુલ જુવાનસિંહ મેડા (ઉ.વ.19) નામનો યુવક તેના પિતાની વાત માનતો ન હતો. જમવા બોલાવવા છતાં આવતો ન હોવાથી પિતા જુવાનસિંહએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતા રાહુલએ લીમડાના ઝાડની ડાળીમાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. આર. એન. થાનકી તથા સ્ટાફએ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular