Wednesday, February 11, 2026
Homeરાજ્યહાલારપૈસાની માંગણી કરી પુત્રનો માતા ઉપર હુમલો

પૈસાની માંગણી કરી પુત્રનો માતા ઉપર હુમલો

બોટ લેવાના તેમજ ઘરખર્ચ માટે રૂપિયા ન આપતાં હુમલો : જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

ઓખાના જૂના ભૂંગા વિસ્તારમાં રહેતાં પ્રૌઢા પાસેથી તેના પુત્રએ ઘરખર્ચ માટે રૂપિયા માંગતા ન આપતા મારકૂટ કરી લોખંડના પાઇપ વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ઓખાના જુના ભૂંગા વિસ્તારમાં રહેતા ખતુબેન લતીફભાઈ પાલાણી નામના 55 વર્ષના પ્રૌઢ મહિલાના ઘરે તેણીના પુત્ર હુસેન લતીફ પાલાણીએ આવીને બોટ લેવાના તેમજ ઘર ખર્ચ માટેના રૂપિયાની માંગણી કરતા ખતુબેને ના કહી હતી.

આ બાબતનું મનદુ:ખ રાખી, આરોપી હુસેને ખતુબેન સાથે ઝઘડો કરી, બિભત્સ ગાળો ભાંડી, લોખંડના પાઇપ વડે ખતુબેનને તેણે બેફામ માર મારી ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા સમગ્ર પ્રકરણ સંદર્ભે ઓખા મરીન પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ પૂર્વે મંગળવારે બપોરે ઉપરોક્ત શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઈ પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular