ગુજરાતના વનવિભાગમાં થોડાં સમય પહેલાં અધિકારીઓની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં કાંઇક લોચો પડયો હોવાનું જાહેર થયું છે.કારણ કે, વાયા ગુજરાત હાઇકોર્ટ આ આખો મામલો છેક સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. અને સુપ્રિમે હાઇકોર્ટના આદેશ પર હાલ વચગાળાનો મનાઇહુુકમ જાહેર કર્યો છે.
સુપ્રિમ કોર્ટે ગઇકાલે શુક્રવારે વચગાળાનો આ મનાઇહુકમ આપ્યો છે. ગત મહિને ગુજરાતની હાઇકોર્ટે કહ્યું હતું કે, વનવિભાગના અધિકારીઓની ભરતીમાં જીપીએસસી એ 30% મહિલા અનામતની વાતનો યોગ્ય રીતે અમલ કર્યો નથી. એવું દેખાઇ રહ્યું છે. વનવિભાગમાં તાજેતરમાં મદદનીશ વન સંરક્ષક અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી કરવામાં આવી હતી. અત્રે મજાની વાત એ છે કે,આ ભરતી પ્રક્રિયા 10 વર્ષ પહેલાં શરૂ થઇ હતી. અને ગત મહિને પૂર્ણ થઇ હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી હવે ફરી વિલંબ સર્જાશે. કારણ કે,મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે.
મહિલા અને પુરૂષ અધિકારીઓની ભરતીમાં કટઓફ માર્કનો મામલો પેચીદો બન્યો છે. જે અંગે ગુજરાત હાઇકોર્ટે એમ કહ્યું હતું કે, વન વિભાગમાં 21 પુરૂષ અધિકારીઓની ભરતી ખોટી રીતે થઇ છે. અને આ અધિકારીઓને વન વિભાગમાંથી દૂર કરવા જોઇએ. ત્યારબાદ આ મામલો સુપ્રિમમાં ગયો. આ 21 પુરૂષ અધિકારીઓની જગ્યાઓ પર કવોટા મામલે 21 મહિલા ઉમેદવારો પોતાનો દાવો કરી રહી છે. જેને પરિણામે સમગ્ર મામલો કાનૂની ગૂંચમાં અટવાયો છે. હાઇકોર્ટે આ પુરૂષ અધિકારીઓને નોકરી પરથી ઉતારી મૂકવા રાજય સરકારને આદેશ આપ્યો હતો. પરંતુ સુપ્રિમે હાઇકોર્ટના આ આદેશ પર વચગાળાનો મનાઇ હૂકમ ફરમાવી દેતાં, હવે વનવિભાગમાં પુરૂષ અને મહિલા ઉમેદવારો વચ્ચેનો કાનૂની જંગ ત્રિવ બન્યો છે.