Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમેફેડ્રોન પાઉડરના જથ્થા સાથે શખ્સને દબોચી લેતું એસઓજી

મેફેડ્રોન પાઉડરના જથ્થા સાથે શખ્સને દબોચી લેતું એસઓજી

- Advertisement -

ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા જામનગર શહેર અને જીલ્લામાંથી અવાર-નવાર નશીલા પદાર્થનું બેખોફ વેંચાણ થતું રહે છે. જો કે, પોલીસ દ્વારા નશીલા પદાર્થનું વેંચાણ કરતા ગુનેગારો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રંગમતિ સોસાયટી વિસ્તારમાંથી એસઓજીની ટીમે મેફેડ્રોન પાઉડરના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનું બેખોફ વેંચાણ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. સમયાંતરે પોલીસ દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેંચાણ અટકતુ નથી. સંવેદનશીલ હાલારના દરિયાકિનારાનો ઉપયોગ નશીલા પદાર્થોની હેરાફેરી માટે કરવામાં આવતો હોય છે. જો કે, પોલીસ દ્વારા દરિયાઇ સુરક્ષા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે. દરમિયાન એસઓજીના દિનેશ સાગઠીયા, તોસિફ તાયાણી, સંદિપ ચુડાસમાને સંયુકત મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન.ચૌધરી, પીએસઆઈ એલ.એમ. ઝેર તથા સ્ટાફે શહેરના કાલાવડ નાકા બહાર આવેલી રંગમતિ સોસાયટીમાં જેકે સર્વિસ સ્ટેશનવાળી શેરીમાં ગુલાબહુશેન ચોકમાં રહેતાં ઈમત્યાઝ જુસબ ખેરાણીના મકાનની બહાર વેંચાણ કરાતા સ્થળેથી પોલીસે રૂા.2,80,000 ની કિંમતનો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન પાઉડર 28 ગ્રામ મળી આવતા એસઓજીની ટીમે ઈમત્યાઝ જુસબ ખેરાણીની ધરપકડ કરી હતી.

એસઓજીની ટીમે ઈમત્યાઝ પાસેથી મેફેડ્રેનો પાઉડર અને આ પાઉડરના વેંચાણના રૂા.11,600 તથા રૂા.5000 ની કિંમતનો મોબાઇલફોન અને મેફેડ્રોન પાઉડર સહિતનો કુલ રૂા.2,96,600 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ પાઉડરના વેંચાણમાં મુંબઇમાં રહેતો મોહિન નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ વી.આર. ગામેતી દ્વારા ચલાવવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular