નાના ખડબા ગામેથી જામનગર એસઓજી પોલીસે ડીગ્રી વગરના ડોકટરને ઝડપી લઇ દવાઓ સહિતના સાધનો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ નાના ખડબા ગામમાં રામ મંદિરવાળી શેરીમાં એક શખ્સ મેડીકલ ડોકટરને લગતી ડીગ્રી ધરાવતા ન હોવા છતાં શખ્સ દવાખાનુ ખોલી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઇન્જેકસનો આપી બાટલા ચડાવી પૈસા વસુલ કરતો હોવાની એસઓજીના વિજયભાઇ કારેણા, જયેશભાઇ પઢેરીયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ એસ.પી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન હસમુખ ચુનીલાલ ચૌહાણ નામના શખ્સને ડીગ્રી વગર ડોકટરી કરતો ઝડપી લઇ તેના કબ્જામાંથી રૂા.1900ની કિંમતનો જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.


