Saturday, October 19, 2024
Homeરાષ્ટ્રીય’તો બાળકોને થિયેટરમાં સાથે લઇ જવા વય સર્ટિફીકેટ રાખવું પડશે

’તો બાળકોને થિયેટરમાં સાથે લઇ જવા વય સર્ટિફીકેટ રાખવું પડશે

- Advertisement -

કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સિનેમેટોગ્રાફ બિલને લઈને ફિલ્મ પ્રોડ્યુસરોની પરેશાની વધે તેવા ભણકારી વાગી રહ્યા છે. આ બિલ પ્રમાણે કોઈ ફિલ્મ સેંસર બોર્ડમાંથી પાસ થશે તો પણ તેના પર પ્રતિબંધનો ખતરો તોળાતો રહેશે.

- Advertisement -

સેન્સર બોર્ડની મંજૂરી પછી પણ ફિલ્મની ફરી તપાસ થઈ શકે છે. આ સિવાય બિલની એક જોગવાઈ એ પણ છે કે, માતા પિતા જો બાળકોને લઈને થિયેટરમાં જશે તો તેમને બાળકોની વય દર્શાવતુ સર્ટિફિકેટ સાથે રાખવુ પડશે. કારણકે સેન્સરશિપની નવી ત્રણ કેટેગરી હશે. જેમાં ફિલ્મોને સાત વર્ષથી વધારે વયના, 13 વર્ષથી વધારે વયના અને 16 વર્ષથી વધારે વયની કેટેગરી પ્રમાણે સર્ટિફિકેટ આપવામાં આવે.

આ બિલ પર હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પ્રતિક્રિયા આપવાનુ શરૂ કર્યુ છે. જેમાં એકટર કમલ હલસને બિલને લઈને ફિલ્મ સર્જકોની આઝાદી ઝુંટવાઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરી છે.

- Advertisement -

કેન્દ્ર સરકાર હાલના કાયદા સિનેમેટોગરાફ એકટ 1952માં બદલાવ કરવા માંગે છે. એવુ મનાઈ રહ્યુ છે કે, સુધારા થઈ ગયા બાદ તે સિનેમેટોગ્રાફ એક્ટ 2021 તરીકે ઓળખાશે. તેની 6 જોગવાઈઓમાં સરકાર સુધાર કરવા માંગે છે.

નવી જોગવાઈ પ્રમાણે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યા બાદ પણ જો કોઈને તેની સામે વાંધો પડશે તો તેને ફરી સમીક્ષા માટે સેન્સર બોર્ડ સમક્ષ મોકલી શકાશે. કોઈને લાગે છે કે, ફિલ્મના ક્ધટેન્ટમાં ભારતની સુરક્ષા, જાહેર શાંતિ અને શિષ્ટતાનુ પાલન નથી કરાયુ તો તેના પર પુન:વિચારણાની ફરજ પાડી શકાશે. આવા સંજોગોમાં શક્ય છે કે, ફિલ્મ પર રોક લાગી શકે અથવા તો જે દ્રશ્ય કે સંવાદ અથવા ગીત સામે વાંધો હોય તેને નિર્માતાઓએ ફિલ્મમાંથી હટાવવુ પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular