Tuesday, March 11, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરીયાઓ માટે સ્નેહમિલન

જામનગર મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરીયાઓ માટે સ્નેહમિલન

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત શેરીફેરી કરી ગુજરાન ચલાવતા ફેરિયાઓ માટે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં શેરી ફેરી કરી ગુજરાત ચલાવતા ફેરિયાઓ માટે સંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને આજે સાંજે 6 વાગ્યે ધનવંતરી ઓડિટોરિયમ ખાતે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં વસવાટ કરતા અને ફેરી પ્રવૃત્તિ કરી જીવન નિર્વાહ કરતા ફેરિયાઓ સાથે સાંસદ પૂનમબેન માડમ, બંને ધારાસભ્યો, મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ, મ્યુનિ.સભ્યોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભરનિધિ યોજનાના શેરી ફેરિયાઓનુ સન્માન તથા આ યોજનામા સર઼ળતાથી લોન મંજૂર કરીને સહયોગી એવી 5 થી 6 બેંક ઓફિસરોનુ પણ સર્ટિફિકેટ આપીને સન્માન કરવામા આવશે. શેરી ફેરીયાઓ સાથે સંવાદ પણ કરવામાં આવશે. જેમાં તેઓને આ યોજના અંતર્ગત મળેલી લોનની રકમ તથા તેમના વ્યવસાય અંગેની વિગતો રજૂ કરશે.

ઉપરાંત આ કાર્યક્રમમાં રાસ ગરબાની રમઝટ સહિતના કાર્યક્રમનું આયોજન છે તથા કાર્યક્રમના અંતમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને પરિવારજનો તેમજ આમંત્રિત મહેમાનો માટે સ્વરૂચી ભોજન સમારંભનુ પણ આયોજન કરવામા આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular