Saturday, March 14, 2026
Homeવિડિઓગૌ શાળામાં ફલડલાઈટ ચોરી આચરનાર તસ્કર ઝડપાયો - VIDEO

ગૌ શાળામાં ફલડલાઈટ ચોરી આચરનાર તસ્કર ઝડપાયો – VIDEO

ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે ગૌશાળામાં યોજાયેલા લોકડાયરામાં ફલડ લાઈટીંગની ચોરી થયાની ફરિયાદ બાદ ભાણવડ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ગડુ ગામના રહેવાસી સગર કૌશિક કિશોરભાઈ કારેણાને ઝડપી લઇ તેની પાસેથી પંદર જેટલી ફલડ લાઈટ તેમજ મોટરસાઇકલ મળી કુલ રૂા.36,010 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનડીટેકટ ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી વિસ્મય માનસેતાને સુચના આપી હતી. ભાણવડના રૂપામોરા ગામે ગૌશાળામાં લોકડાયરો યોજાયો હતો. ત્યારે કોઇ તસ્કરે સુર્યવંશી શ્રીરામ લાઇટીંગની રૂા.21,010 ની કિંમતની પંદર જેટલી ફલડ લાઈટીંગની ચોરી કરી હતી. આ બનાવની ફરિયાદ બાદ ભાણવડ પોલીસ હરકતમાં આવી હતી અને જીણવટભરી તપાસ શરૂ કરતા આ ગુનામાં સંડોવાયેલા મનાતા ગડુ ગામના રહેવાસી ઈલેકટ્રોનિકનો ધંધો કરતા સગર કૌશિક કિશોરભાઈ કારેણા (ઉ.વ.26) ની ધરપકડ કરી તેની પાસેથી ફલડ લાઈટ તેમજ મોટરસાઈકલ મળી કુલ રૂા.36,010 નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

આ કાર્યવાહીમાં ભાણવડના પીઆઈ ચેતન દેસાઈ, મહેન્દ્રસિંહ રાણા, જયપાલસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, જીતુભાઈ જામ, નારણભાઈ બેલા, લાલાભાઈ ખાટલિયા સહિતના રોકયા હતા.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular