જામજોધપુર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5490 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરની મુખ્ય બજારમાંથી વર્લી મટકાના આંકડા લખી જૂગાર રમાડતા બે શખ્સોને પોલીસે રૂા.1700 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રેશભાઇ કીશોરભાઇ ધારાણી, અશોકભાઇ હમીરભાઇ સંધીયા, રામભાઇ હમીરભાઇ સંધીયા, વીરમભાઇ રાણસીભાઇ ધનાણી, દેવુભાઇ મુળુભાઇ ભાદરવા અને સાગરભાઇ કરશનભાઈ ભાતાણી નામના છ શખ્સોને રૂા.5490 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામજોધપુરની મુખ્ય બજારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા રમેશ મોહન શીલુ અને ટિંકલ મનહર ચાવડા નામના બે શખ્સોને રૂા.1700 ની રોકડ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લીધા હતાં.
જામજોધપુરમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સો ઝડપાયા
રૂા.5400 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે : અન્ય દરોડામાં બે વર્લીબાજ ઝબ્બે