જામજોધપુરના સોનવડીયા ગામે રાધાકૃષ્ણ મંદિર જૂના કોઢા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખસોને પોલીસે ઝડપી લઇ રૂા.18,370 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામે રાધાકૃષ્ણ મંદિર જૂના કોઢા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન કેશુ પોપટ અમૃતિયા, રાજેશ ઉર્ફે રાજુ મોહન કણસાગરા, અલ્પેશ હસમુખ પાડલિયા, રાજશી ખીમા ડાંગર, ભીખા મેરામણ રાડા, હરેશ ભાટુ સહિતના છ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.18370 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.