જામનગર તાલુકાના લાખાબાવળમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પંચ બી પોલીસે રેઈડ દરમિયાન રૂા.23,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જોડિયા ગામમાંથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ મહિલાઓને રૂા.3890 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં ઇંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન અવેશ જુસબ ખીરા, નીજામ આમદ ખીરા, છગન ભીમા ભાંભી, અલીમામદ ભીમા ખીરા, જુનેદ સલીમ ખીરા, વસીમ ઈસ્માઈલ ખીરા નામના છ શખ્સોને રૂા.23,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથધ રી હતી. બીજો દરોડો, જોડિયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી છ મહિલાઓને પોલીસે રૂા.3890 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.