કાલાવડ ગામમાં કાશ્મીર પરા વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.12,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાંથી બેડીમાં થરી વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.6590 ની રોકડરકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ ગામમાં કાશ્મીર પરા વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે રેઈડ દરમિયાન અમીનશા મામદશા મતવાણી, ઈરફાન અલ્લરખા થૈયમ, મજીદશા કાસમશા શેખ, આદમશા જુસબશા શેખ, યુનુસ ઉમર ચૌહાણ સહિતના છ શખ્સોને પોલીસે રૂા.12,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરમાં બેડીમાં થરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ગુલામ અકબર, સદામ હુશેન બંદરી, આસિફ ઈસ્માઈલ જુણેજા, અસગર ઈબ્રાહિમ બુકેરા, કાસમ અજીજ છેર, હનિફ દાઉદ માણેક નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.6590 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
કાલાવડમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સ ઝડપાયા
રૂા.12350 ની રોકડ અને ગંજીપના કબ્જે : જામનગરમાંથી તીનપતિ રમતા છ શખ્સ ઝબ્બે : રૂા.6590 ની રોકડ રકમ કબ્જ